કોલકત્તા-

કોલકત્તા પોલીસે બુધવારે રાત્રે નકલી કોવિડ રસીકરણ શિબિરના સંબંધમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિ અશોક કુમાર રોય કસબા સ્થિત નકલી આઈએએસ અધિકારીની ઓફિસનો માલિક છે. તેની ઓફિસમાંથી કોવિશિલ્ડના એક હજાર નકલી લેબલ મળી આવ્યા છે. આ નવી ધરપકડ સાથે કોલકાતા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં નકલી આઈએએસ અધિકારી દેબંજન દેબ સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે, દેબંજન દેબે કસબામાં સ્થિત નકલી રસીકરણ શિબિરના માલિક અશોકકુમાર રોયના સંબંધીઓ અને મિત્રો સહિત કુલ 50 લોકોને રસી આપી હતી, જોકે અશોકકુમાર રોય પહેલેથી જ જાણતા હતા કે આ રસી નકલી છે, પરંતુ તે જાણ્યા હોવા છતાં પણ દેબંજનને સાથ આપ્યો.

કસબા સ્થિત ઓફિસનો માલિક છે અશોક રોય

પોલીસનું કહેવું છે કે, અશોક કુમાર રોય પબ્લિશિંગ હાઉસ સાથે સંકળાયેલા છે અને તેણે પોતાનો ઓફિસનો ઓરડો દેબંજન ભાડે આપ્યો હતો. વર્ષ 2020માં, ઓફિસ રૂમ દર મહિને 65000 રૂપિયાના ભાવે ભાડે લેવામાં આવતા. આ બનાવમાં સુશાંત દાસ નામની વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. તે દેબંજનની ખૂબ નજીક છે. સુશાંત શોભાબજારમાં એક એડ એજન્સીમાં નોકરી કરતો હતો. જાણવા મળ્યું છે કે સુશાંત તે ઘરના માલિક સાથે કામ કરતો હતો જ્યાં દેબંજન ઓફિસનો રૂમ ભાડે રાખતો હતો. પાછળથી, દેબંજન સાથે તેની નિકટતા વધતી ગઈ. બાદમાં સુશાંત ઘોષ પણ આ છેતરપિંડીમાં સામેલ થયો.

ઓફિસમાંથી કલર પ્રિંટર અને કોવિશિલ્ડના લેબલ મળ્યા

તમને જણાવી દઈએ કે દેબંજન કસબાની ઓફિસથી બધી પ્રવૃત્તિઓ કરતો હતો. તે બધુ પ્લાનિંગ હતું. બુધવારે તપાસકર્તાઓએ કસબાની ઓફિસમાંથી કોવિશિલ્ડના એક હજાર નકલી લેબલ પ્રિન્ટ મેળવ્યા હતા. તેના ઓફિસ કમ્પ્યુટર પર ઘણા વધુ બનાવટી લેબલો છાપવા માટે ગ્રાફિક્સ  બનાવવામાં આવ્યા હતા. આ લેબલને છાપવા માટે ઓફિસમાં રંગીન પ્રિંટર પણ હતું. દેબંજનએ બહારથી કોવિશિલ્ડ લેબલ છાપવવા પર પકડાવાના ડરથી ઓફિસમાં કલર પ્રિંટર ખરીદ્યુ હતુ. તેની ઓફિસમાંથી કેટલાક કોવિશિલ્ડ લેબલ મળી આવ્યા છે.