ગાંધીનગર રાજકોટ જિલ્લામાં દર્દીના સેમ્પલ લીધા વિના ટેસ્ટ ટ્યુબને લેબોરેટરીમાં મોકલીને નેગેટિવ રિપોર્ટ મેળવી લક્ષ્યાંક પૂરો કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જે અંગે તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશો આપ્યા છે. આવા જવાબદારો સામે કડક પગલાં લઈને સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે..રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડપીપર ગામના આરોગ્ય કેન્દ્રમાં લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લીધા વિના જ લેબોરેટરીમાં મોકલી આપીને લક્ષ્યાંક પૂરો પાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ ષડયંત્રની જાણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને થઇ હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ટેસ્ટના ખોટા ટેસ્ટ રિપોર્ટ અંગે પ્રસિદ્ધ થયેલા સ્થાનિક અખબારી અહેવાલોના  પગલે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રી રૂપાણીએ આ ઘટનામાં જે કોઈ જવાબદારો હોય તેમની સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા માટે કહ્યું છે તેમજ જવાબદારો સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા માટે પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.