અમરેલી-

અમરેલી જિલ્લા કલેકટરે કોરાનાને ડામવા વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી તા.૨૦ જુલાઈથી ૨૫ જુલાઈ સુધી અમરેલી શહેરમાં આવેલી ચા-નાસ્તાની લારીઓ, દુકાનો તથા પાન-માવાના વેચાણ પર પ્રતિબંધ મુકી દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લામાં બહારગામથી આવતા લોકોના પ્રવેશના કારણે જિલ્લો કોરોના સંક્રમિત બની જતાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જેને પગલે ગણતરીના દિવસો પૂર્વીજ જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા ચાંવડ ચેક પોસ્ટ જિલ્લાની હદમાં પ્રવેશ કરતા પૂર્વે સ્ક્રિનિંગ કરવા સહિતની કાર્યવા સઘન કરવા આદેશ કર્યા બાદ હવે આગામી સોમવારથી તા.૨૫ સુધી શહેરમાં પાન, માવા, ચા, નાસ્તાની લારી, દુકાનો સદંતર બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરી આદેશ કરવામાં આવ્યો છે. કલેકટરે તેમાં જણાવ્યું છે કે, ૨૫ જુલાઈ પછી પણ દુકાનો વેપારીઓએ હેલ્થકાર્ડ મેળવવું ફરજિયાત રહેશે.

આ ઉપરાંત શાકભાજી-ફળો વેચનાર ધંધાર્થીઓને પણ હેલ્થકાર્ડ મેળત્તવું ફરજિયાત છે અને આ હેલ્થ કાર્ડની માન્યતા ૧૪ દિવસની રહેશે જે બાદ ફરી રિન્યુ કરવાનું રહેશે તેમ આ મહત્વન પૂર્ણ નિર્ણયમાં જણાવાયું છે.હાલ કોઈપણ સંજોગે અમરેલી શહેર-જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થાય તે દિશામાં જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે.