વડોદરા : શહેરના વેકસીન મેદાન ખાતે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી ઉપર બીજી વાર દુષ્કર્મ ગુજાર્યો હોવાની હસ્ત લીખિત ડાયરીમાં લખાયેલ હેંડીંગ ઉપરથી પોલીસને લાગી રહ્યુ છે. જેના પગલે પોલીસે એ દીશામાં તપાસ હાથ ધરી છે અને પિડીતાનાં પરિવારજનો અને ઓએસિસના સંચાલકો ,સ્ટાફ ની પુછપરછ હાથ ધરી છે.ચોંકાવનારી વાત તો એ છે કે, ઓએસિસના સંચાલકોએ ધટના અંગેનું જાણતા હોવાનું કહી સંસ્થા સાથે જાેડાતા પહેલા એની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ પીડીતાનાં માતા- પિતા આવી ધટના અગાઉ બની હોવાનો સ્પષ્ટ ઈનકાર કરતા ઓએસિસ સાથે જાેડાયા બાદ આવી ધટના યુવતી સાથે બની હોવાનું કહી એ દિશામાં તપાસ ની માંગ કરી રહ્યા છે. કહેવાતી આત્મહત્યા બાદ રેલ્વે પોલીસે હાથ ધરેલી તપાસમાં પિડીતાએ જાતે લખેલી ત્રણ જુદી જુદી ડાયરીઓ મળી આવી હતી.જેમાં એક પોકેટ ડાયરી, બીજી મિડીયમ સાઈઝ ડાયરી અને ત્રીજી ફુલ સાઈઝની કેસરી કલરની ડાયરીમાં પિડીતાએ એની સાથે ગુજરાયેલા સામુહિક પાશવી દુષ્કર્મનું વર્ણન કર્યુ હતું. જેના છેલ્લા બે પાનાં ફાટેલાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ડાયરીની બાદમાં હાથમાં ધરેલી તપાસ અને લેખિત પ્રકરણોનો ધટના ક્રમ જાેતા આગળના પણ ૧૨ થી ૧૩ પાંના ફાટેલાં હોવાનું જણાઈ આવ્યું છે અને એ પાનાંમાં જ એની ઉપર અગાઉ પણ ગુજારાયેલા દુષ્કર્મનું વર્ણન હોય એવી થીયરીની આશંકાએ પોલીસે તપાસ શરુ કરી છે. ઓએસીસ સંસ્થાનાં હોદ્દેદારોએ જ ફાટેલા છેલ્લા પાનનો ફોટો પોલીસને આપ્યો હોવાથી પોલીસે અગાઉના ફાટેલા ૧૨ પાનાંની પુછપરછ કરતાં ઓએસીસના સંચાલકો દ્વારા જવાબમાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે.અને સંંસ્થામાં જાેડાતા અગાઉ કોઈ પારિવારીક સભ્યએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેનાથી ચોંકી ઉઠેલી પોલીસે પિડીતાના માતા- પિતાને આવી ધટના અગાઉ બની હોવાનું પુછતા માતા – પિતાએ ઈન્કાર કરી સંસ્થામાં બે વર્ષ રહીએ દરમ્યાન બન્યુ હોઈ શકે એમ જણાવ્યું છે. ડાયરીમાં લખાયેલ સુચક વાક્યનાં પગલે પોલિસ હવે પિડીતા ઉપર એક નહીં પરતું બે વાર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું ચોક્કસ પણે માની એ દીશામાં તપાસ ચલાવી રહી છે. બન્ને ધટનાનાં આરોપીઓ જુદા પણ હોઈ શકે એમ પોલીસનાં સુત્રોએ જણાવ્યું છે.

હવે પિડીતા એક નહીં બબ્બે વાર દુષ્કર્મનો ભોગ બની હોવાનું પોલીસ માની રહી છે

અનઅધર શોકિંગ ડે ઓફ માય લાઈફના મથાળાં હેઠળ પિડિતાએ પોતાના ડાયરીમાં સ્વહસ્તાક્ષરથી લખેલી વિગતો જાેઈ ચોંકી ઉઠેલી પોલીસ હવે એક નહીં બબ્બે વાર દુષ્કર્મનો પિડિતા ભોગ બની રહી હોવાનું માની રહી છે. ત્યારે વિવાદમાં આવેલી ઓએેસીસ સંસ્થાના જવાબદારોએ ધટના પિડીતાના નિકટના પરિવારજનો દ્વારા ગુજારાઈ હોવાનું પોલિસને જણાવી રહ્યા છે. બીજી તરફ પિડીતાનો પરિવાર આવી કોઈ ધટના ઓએસીસમાં જાેડાતા અગાઉ બની જ નહીં હોવાનો ભાર પુર્વક જણાવી ઓએસીસ સંસ્થામાં બે વર્ષ દરમ્યાન પણ બળાત્કાર થયો હોવાની શંકા વ્યકત કરી રહ્યા છે.

     ત્યારે “અનઅધર શોંકિંગ ડે ઓફ માય લાઈફનો મતલબ મારા જીવનનો વધુ એક આધાતજનક દિવસ ” એમ થતો હોવાથી પિડીતા અગાઉ પણ બળાત્કારનો ભોગ બની હોવાની થિયરી ઉભી થઈ છે.