વડોદરા-

રાજ્યમાં આજથી કોરોના વાયરસના રસીકરણના બીજા તબક્કાની શરુઆતમાં જ એક દુર્ઘટના સામે આવી છે શહેરના વોર્ડ નંબર 9ના સફાઈકર્મીને રસી આપ્યાના ગણતરીની કલાકોમાં ખેંચ આવી અને તેનું મોત નીપજ્યું છે. પરિવારે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, પત્રકારો સાથેની વાતચીતમાં હૉસ્પિટલના સુપરિટેન્ડન્ટે આ આક્ષેપો નકાર્યા છે.

મૃતક જીગ્નેશ પ્રવિણભાઈ સોલંકીની પત્નીના રડવાથી એસએસજી હૉસ્પિટલમાં શોક છવાઇ ગયો હતો.પત્નીએ કહ્યું 'તેમને તો રસી મૂકાવી જ નહોતી પરંતુ જબરદસ્તી રસી આપી છે. રસી લઈને ઘરે આવ્યા અને બે તેમને ખેંચ આવી ત્યારપછી કઈ બોલ્યા જ નહીં' વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથી. તેમ છતાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.'