અમદાવાદ
સોશ્યિલ મિડીયા પર પોતાની વાતને વાચા આપતી અને બીગ બોસથી જાણીતી થયેલી અને ટીવી અને બોલીવૂડમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. આજે સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ થઈ હતી.સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામનાં તબીબે ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. વ્હોટ્સએપ ગૃપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હતી. કોમન પ્લોટમાં રમવા બાબતે ટાંટીયા ભાંગી નાખવાનુ કહ્યુ હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી.
મળતી માહિતી મુજબ સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેનાં માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ (મીટિંગ) હતી. એમાં સોસાયટીના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ પાયલે બોલીવુડના મોટા ભાગના સ્ટારને પોતાના નિશાના પર લીધા હતા અને ટાર્ગેટ કર્યા હતા..તે કોઇને કોઇ મુદ્દા પર ચર્ચામાં રહે છે.