રાજપીપળા, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ રાજપીપળા શહેરના રાજમાર્ગો પર જંગી રેલી કાઢી રોડ શો કર્યો હતો.રોડ શો દરમિયાન રાજપીપળા શહેરના રાજમાર્ગો પર ભાજપના આગેવાનો અને શહેરીજનોએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.રાજપીપળાના ઝીન કંપાઉન્ડમાં સી.આર.પાટીલ નિયત સમય કરતાં લગભગ ૨ કલાક મોડા પહોંચ્યા હતા.સ્વાગત બાદ સી.આર.પાટીલે જંગી મેદનીને સંબોધનની શરૂઆત કરી હતી, લગભગ ૩ઃ૩૦ વાગ્યાથી પ્રદેશ અધ્યક્ષની રાહ જાેઈ બેસી રહેલા લોકોએ સી.આર.પાટીલના ચાલુ સંબોધનમાં જ અધવચ્ચેથી ચાલતી પકડી હતી.લોકોને જતા જાેઈ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે એમ કેહવું પડ્યું હતું કે સભા પુરી ન થાય ત્યાં સુધી કોઈએ જવું નહિ.બિટીપી એઆઈએમઆઈએમ ના ગઠબંધન મુદ્દે અને અસદુદ્દીન ઓવૈશીએ ગુજરાતમાં જાહેરસભા સંબોધી હતી એ મુદ્દે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે એ આંધળા બેહરાનું ગઠબંધન છે.ગુજરાત કોઈ બોરી બામણીનું ખેતર નથી કે ગમે તેવો વ્યક્તિ અહીંયા આવી જાય.હૈદ્રાબાદમાં આગામી સમયમાં ભાજપનો મેયર હશે અને અસદુદ્દીન ઓવૈશી રઘવાયા થઈ ઘર ભેગો થઈ જશે.કોંગ્રેસ બિટીપીએ વર્ષોથી આદિવાસીઓનું શોષણ કર્યું છે જેથી લોકોના મનમાં છેતરાયાનો ભાવ છે.