અબુધાબી-

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું નવું ઘર વસાવ્યું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. અશરફ ગની ચાર દિવસ પહેલા કાબુલમાંથી ભાગી ગયા હતા અને સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં સ્થાયી થયા છે.દેશ છોડ્યા બાદ પ્રથમ વખત સામે આવ્યા પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના દેશના નાગરિકોને સંબોધન કર્યું હતું. ગનીએ કહ્યું કે, હું મારી સુરક્ષાકર્મીઓ અને સેનાનો આભારી છું અને રૂપિયા લઈને ભાગી જવાની જે વાત કહેવામાં આવી રહી છે. તે પુરાવાવગરની વાતો છે. મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે.  તેમણે વધુમાં કહ્યું કે, કોઈ મોટી ઘટના સર્જાઈ શકતી હોત અને જો હું કાબૂમાં રહ્યો હોત તો, તો કત્લેઆમ થઈ જવાનું હતું. હાલમાં સુરક્ષાના કારણોસર હું અફઘાનિસ્તાનથી દૂર છું અને જે લોકો મને જાણતા નથી તે નિર્ણયો ન કરે . તાલિબાન સાથે વાતચીતનો કોઈ મતલબ બનતો નહોતો. ગનીએ કહ્યું કે, મને ભાગેડું કહેનારા લોકો મારા વિશે જાણતા નથી. હું શાંતિથી સત્તા સોંપવા માગતો હતો. આ સંબોધન ગનીએ UAEમાંથી કર્યું હતું. અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાના દેશને સંબોધન કરતા સમયે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું, મને મારી ઈચ્છા વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સલાહ પર દેશ છોડ્યો છે. જોકે મળતી માહીતી મુજબ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું નવું ઘર વસાવ્યું છે.