વડોદરા : સામાન્ય લોકો પર ખાખી અને કમર પરની ફટાકડીનો રોફ ઝાડતી પોલીસ શ્રીમંતોના પગના તળિયા ચાટતા હોવાનું સાબિત થાય એવી ઘટનાએ સમગ્ર શહેરમાં પોલીસ પર ફિટકાર અને એક બાળક ગુમાવીને ભોગ બનેલા સામાન્ય કુટુંબ પ્રત્યે સહાનુભિતિનું વાતાવરણ ઉભુ કર્યું છે.

ગઇકાલે માંજલપુર પાસે હીટ એન્ડ રન કેસમાં સત્તા અને સંપત્તિથી પહોંચેલા મનાતા અને ધીરધારનો ધંધો કરતા ઘનશ્યામ ફુલબાજેનો ફાટીને ધુમાડે ગયેલા દિકરા દેવુલે દારૂના નશામાં ધુત થઇ ફિલ્મી સ્ટાઇલે ઓપન જીપ લઇ પુરપાટ ઝડપે ઓપન દોડાવી સાત વર્ષના માસુમ બાળકને કચડી ભાગી ગયો હતો. શહેર પોલીસે આ બનાવમાં અમદાવાદની જેમ ગંભીર ગુનાની કલમ નહી લગાવાતા પરિવારે આ મામલે પટેલ સમાજને એકઠો કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી જરૂર પડે હાઇકોર્ટમાં જઇ ગંભીર કલમ ઉમેરવાની માગ કરશે.

મોતને ભેટેલા માસુમ બાળકના પરીવારજનોએ આજે મિડીયા સમક્ષ વડોદરા પોલીસની કાર્યવાહી શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે, વિસ્મય શાહના મામલામાં અમદાવાદ પોલીસે દાખલો બેસે એવી કાર્યવાહી કરી ઇ.પી.કો કલમ ૩૦૪ નોંધી હતી એ સમયે પોલીસ માલેતુજારોની શેહશરમ વિના કાર્યવાહી કરી હતી તો વડોદરા પોલીસે કેમ ઢીલી કાર્યવાહી કરી ? એવો સવાલ ઉઠાવ્યો છે. ખરેખરતો વિસ્મય શાહ હીટ એન્ડ રન કરતા પણ આ કેસ વધુ મજબુત છે. કારણ કે એક્ટીવાને ટક્કર વાગ્યા બાદ દેઉલ ફુલબાજે ભાગી ગયો હતો. જાે એ સમયે પુરપાટ જતી જીપને થોભાવી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કવિશને દવાખાને સારવાર માટે તરત જ લઇ જવાયો હોત તો એ બચી જાત એના બદલે અકસ્માતના બે કલાક સુધી શહેરના રાજમાર્ગો ઉપર દારૂના નશામાં ઓપનજીપ લઇને ફરતો રહ્યો તેમ છતાં પોલીસે એને ઝડપી શકી નહીં. રીઢા ગુનેગારને પણ શરમાવે એવી રીતે બે કલાક જીપ લઇને ફરતો રહ્યો હતો. દેવુલ ફુલબાજે ત્યાર બાદ યોજના બદ્ધ રીતે ગાડીની નંબર પ્લેટ કાઢી લીધી હતી ને હાઇ-વે પર જઇ મિત્રને બોલાવી બાપ ઘમશ્યામ પાસે રૂપિયા મંગાવી મોબાઇલ ફેંકી ભાગી છુટ્યા બાદ જીપનો અકસ્માત થયો હોય એવો સીન ઉભો કરવા ડીવાઇડર ઉપર ચઢાવી દીધી હતી. આમ પુરપાટ ઝડપે દારૂના નશામાં જીપ હંકારી એક્ટીવા સવાર યુવતી અને બે બાળકોને ટક્કર મારી ભાગી જનાર સામે શહેર પોલીસે ૩૦૪ એને બદલે ૩૦૪ મુજબની કલમ જેમા ગેર ઇરાદાથી થયેલી હત્યાની કલમ જ લગાવી તાત્કાલીક અસરથી એનું ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવું જાેઇએ એ એવી માગ પરિવારજનોએ

કરી છે.

પોલીસની કાર્યવાહીથી સંતુષ્ઠ નથી

મૃતકની બહેનનું સ્ફોટક નિવેદન

મારા નાના ભાઇઓને ટ્યુશનથી લઇને માસીના ઘરે જતી હતી ત્યારે પાછળથી જીપે ટક્કર મારતા મારો નાનો ભાઇ કવિશ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયો તેના માથા અને મોઢામાંથી લોહી નિકળતું હતું. મને પણ પગ અને હાથમાં ઇજા થઇ હતી. ભાઇ કિયાનને મોઢા અને પગમાં ઇજા થઇ હતી. લોહીલુહાણ હાલતમાં સાત વર્ષના ભાઇ કવિશને ખોળામાં બેસાડી મદદ માટે હુ કગરતી હતી પરંતુ મારા ભાઇને બચાવી ના શકી. આ બનાવમાં પોલીસે આરોપી સામે આઇપીસીની ૩૦૪ની કલમ લગાવવી જાેઇએ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ઠ નથી તેવું મૃતકની બહેન ધારવી પટેલે જણાવ્યું હતું.

દેવુલ ફુલબાજેની સત્તાવાર ધરપકડ

દારૂ પિધેલાનું સાબિત ના થાય એ માટે બે દિવસ બાદ વકીલ સાતે ગઇકાલે હાજર થયેલા હીટ એન્ડ રનના આરોપી દેવુલ ફુલબાજેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા આજે એની સત્તાવાર ધરપકડ માંજલપુર પોલીસે કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસની કાર્યવાહીથી સંતુષ્ઠ નથી

મૃતકની બહેનનું સ્ફોટક નિવેદન

મારા નાના ભાઇઓને ટ્યુશનથી લઇને માસીના ઘરે જતી હતી ત્યારે પાછળથી જીપે ટક્કર મારતા મારો નાનો ભાઇ કવિશ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયો તેના માથા અને મોઢામાંથી લોહી નિકળતું હતું. મને પણ પગ અને હાથમાં ઇજા થઇ હતી. ભાઇ કિયાનને મોઢા અને પગમાં ઇજા થઇ હતી. લોહીલુહાણ હાલતમાં સાત વર્ષના ભાઇ કવિશને ખોળામાં બેસાડી મદદ માટે હુ કગરતી હતી પરંતુ મારા ભાઇને બચાવી ના શકી. આ બનાવમાં પોલીસે આરોપી સામે આઇપીસીની ૩૦૪ની કલમ લગાવવી જાેઇએ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ઠ નથી તેવું મૃતકની બહેન ધારવી પટેલે જણાવ્યું હતું.