દાદરાનગર હવેલી-

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં રાજકારણ ગરમાયુ છે. અહી અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, 7 ટર્મ સુધી તેઓ દાદરાનગર હવેલીનં સાંસદ રહી ચુક્યા છે. દાદરાનગર હવેલીથી અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાઇ જવાથી રાજકારણ ગરમાયુ છે. જણાવી દઇએ કે, મોહન ડેલકર 2019 માં દાદરાનગર હવેલીથી અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. દાદરાનગર હવેલીનાં અપક્ષ સાંસદ મોહન ડેલકર સાત ટર્મ સુધી દાદરાનગર હવેલીનાં સાંસદ રહી ચૂક્યા છે. મોહન ડેલકર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ સાંસદ બન્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી સમયે તેઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

અપક્ષમાંથી ચૂંટણી લડી હોવા છતાં પણ લોકોનું સમર્થન તેમને મળતા તેઓ અપક્ષમાંથી સાંસદ બન્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા મોહન ડેલકરે દાદરાનગર હવેલીનાં પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ રહી ચુક્યા છે અને તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી જીત્યા હતા. સાંસદ મોહન ડેલકરે હવે જ્યારે JDUમાં જોડાવવાન નિર્ણય કર્યો છે ત્યારે દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.