ભરૂચ, ભરૂચ જિલ્લા તંત્ર ગરીબો માટે બહેરુ મૂંગુ અને આંધળું થયું હોય તેમ દેખાઈ રહ્યું છે. એક તરફ સરકાર લોકોના સ્વાસ્થ્ય સુધાર માટે કરોડો ખર્ચીને મોટી મોટી જાહેરાતો કરે છે. ત્યારે સ્થાનિક કક્ષાએ કંઈક જુદું જ ચિત્ર જાેવા મળે છે. ભરૂચ જિલ્લામાં ગરીબ લોકોને તેમજ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અનાજ પુરૂ પાડવામાં આવે છે. પરંતુ એક જાગૃત નાગરિક એવા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સેજલ દેસાઈ અને તેમના સહયોગી ધવલ કનોજીયાના જણાવ્યા અનુસાર જીપ્સમ વાળું ભેરસેર યુક્ત અનાજ ગરીબોને આપવામાં આવી રહ્યું છે. આ અંગેનો વિડીયો પણ સોસિયલ મીડિયા ઉપર તેમને વાયરલ કરેલ છે. ખરેખર જાે જીપ્સમના ભેરસેર વારુ અનાજ જાે કોઈ આરોગે તો તે માનવીના આરોગ્યને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. અને તેનાથી થતી બીમારીની સારવાર પાછળ મોટો ખર્ચ થઈ શકે તેમ છે. હવે આ જીપ્સમ સરકારી અનાજ પણ લાગે છે સેજલ દેસાઈ દ્વારા વાયરલ કરાયેલ વિડીયો દર્શાવાયું છે તેમ રેલ્વે ગોદી વિસ્તારમાં પડી રહેતાં અનાજના જથ્થા કે જે ગરીબ લોકોને સસ્તા અનાજની યોજના હેઠળ આપવામાં આવે છે. તેની પર નાના રજકણ સમાં જીપ્સમ લાગતા આ જીપ્સમ વાળું અનાજ માનવીના શરીરને આરોગ્યની દ્રષ્ટિએ ઝેરીલી અસર પહોંચાડી શકે તેમ છે. રેલવેમાં આ બાબતે અગાઉ પણ રજૂઆતો થઈ છે, પણ નિષ્ઠુર બેનલ તંત્રએ જવાબદારો ઉપર કાયદાનો કોયડો વીંજવાની જગ્યાએ તેમની પીઠ થાબડી હોય તેમ જવાબદારોને આંતરિક રીતે હિંમત મળી હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જીપીસીબીની ટીમે અગાઉ પણ તપાસનો દોર ચલાવ્યો હતો પણ પરિણામ સ્વરૂપે હાલની ઘટના બીજીવાર બનતા તેમની કામગીરી ખુલ્લી પડી ગઈ છે. આ અંગે યોગ્ય તપાસ કરી તાત્કાલિક ઘટતી અને અસરકારક કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે. જાે આવનાર સમયે આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થાય તો નક્કી જ કહી શકાય કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને લોકોના જીવને બલીએ ચઢાવી મલાઈ કમાવવામાં રસ છે.