અમદાવાદ-

સી-પ્લેનને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી કેવડિયા સી-પ્લેન સુવિધા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જાેવામાં આવી રહી છે. પરંતુ લોકમુખે ચર્ચાનો વિષય બનેલું જૂનું સી પ્લેનને લઈને એક ખુશખબર પણ મળી રહ્યા છે. આ વખતે માલદીવથી જૂનું સી પ્લેન નહિ પણ બીજું સી-પ્લેન આવશે અને તે ૨૭ ડિસેમ્બરે આવી શકે તેવી શકયતાઓ જાેવામાં આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર “સી-પ્લેન’ સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી ઉડાન ભરીને તેઓ ૪૫ મિનિટમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ઊ-ૈંજીઝ્ર ધરાવતું આ સી- પ્લેન હતું, જેના કારણે રાજ્યભરમાં તેની ચર્ચાઓ અને ટીકાઓ થઈ હતી.

પરંતુ પીએમ મોદીએ સી પ્લેનની શરૂઆત કરાવ્યા બાદ એક મહિનો આ સુવિધા ચાલી અને પછી તેને મેઇન્ટેનસન્સ માટે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. અસ્થાયી ધોરણે સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી સી-પ્લેનને લઈને એક સમાચાર મળી રહ્યા છે. એક મહિનાથી બંધ કરાયેલ સી-પ્લેનની સેવા ૨૮ ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જાેવામાં આવી રહી છે.