નવી દિલ્હી,તા.૪ 

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી લોકડાઉનમાં ફિટનેસનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. કોહલીએ જિમ કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે ડેડલિફ્ટ એક્સરસાઇઝ કરતો જાવા મળે છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું કે, પાવર સ્નેચ તેની સૌથી મનપસંદ એક્સરસાઇઝ છે. કોહલીએ ટ્‌વીટમાં લખ્યું- જા મારે દરરોજ એક જ એક્સરસાઇઝ કરવાની હોય, તો હું પાવર સ્નેચ પસંદ કરીશ. મને પાવર સ્નેચ ગમે છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ ફ્લાઈ પુશ અપ્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો. તેના ભાઈ કૃણાલે પણ આ એક્સરસાઇઝ કરતો વીડિયો શેર કરીને ભાઈની ચેલેન્જ કમ્પ્લીટ કરી હતી. ત્યારબાદ ભારતીય કેપ્ટને આ ટાસ્કને એક કદમ આગળ લઈ જતા, ક્લેપ કરતા ફ્લાઈ પુશ અપ્સ કર્યા હતા.