દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતી આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કહ્યુ કે, 'યુવાનોના પ્રોત્સાહન માટે ઓએસપીમાં સુધારા કરવામાં આવ્યા છે. જો આ સુધારણા પહેલા કરવામાં આવ્યા હોત, તો ગૂગલ આપણા દેશમાં તૈયાર હોત. તે આપણી પ્રતિભા છે, પરંતુ તે આપણુ નથી.' કૃષિ ક્ષેત્ર પર ભાર મુકતા તેમણે કહ્યુ કે, '65-70 હજાર કરોડના ખાદ્ય તેલો, દેશની બહારથી આયાત કરવામાં આવે છે. આપણે દેશમાં પણ આ બધુ ઉત્પન્ન કરી શકીએ છીએ. જો કેન્દ્ર સરકારે કઠોળમાં આ પ્રયોગ કર્યો, તો તેને બહારથી મંગાવવાનો ખર્ચો ઓછો થયો છે. આપણા દેશના ખેડુતો આવી ઘણી ચીજોનુ ઉત્પાદન કરી શકે છે. જેથી તેમને બહારથી મંગાવવા માટે નિર્ભરતા ઓછી થઈ શકે. આ માટે તમામ રાજ્યોએ કૃષિ આબોહવા માટેનુ આયોજન કરવુ જોઈએ.'

તેમણે કહ્યુ કે, 'ગત વર્ષોથી કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગમાં કૃષિ નિકાસમાં વધારો થયો છે. કૃષિ ક્ષેત્રમાં બગાડ ઘટાડવા માટે, સ્ટોરેજ સંગ્રહ પર ધ્યાન આપવાની જરૂર છે. ભારત દક્ષિણ પૂર્વ એશિયામાં માછલીઓની નિકાસ કરી શકે છે. આપણા ખેડુતોને જરૂરી સંસાધનો મેળવવા માટે, પરિવર્તન જરૂરી છે. તાજેતરમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જે જરૂરી હતા. સરકારની હજારો યોજનાઓમાં બિન-બંધનકારી પાલન (નિયમો) છે, જે દૂર કરી શકાય છે. દુનિયામાં તક મળી છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનુ' મહત્વ છે, આપણા કાયદામાં સુધારણા કરવાના છે. દેશના નાગરિકો માટે, ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડવુ છે.' તેમણે રાજ્યોને યોજનાઓમાં નિયમોનો ભાર ઓછો કરવા તાકીદ કરી. આ વાત ઇઝ ઓફ લિવિંગ માટે આ જરૂરી છે.