સુરત, તા.૪ 

અડાજણ એલપી સવાણી રોડ ખાતે આવેલ સીટીઝન સ્કુલમાં લોકડાઉનની સ્થિતિમાં પણ સ્કુલ બંધ હોવા છતાં પણ સ્કુલ સંચાલકો દ્વારા વાલીઓ પર ફી ભરી જવા માટે દબાણ કરવામાં આવતા વાલીઓએ સ્કુલ પર હોબાળો મચાવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પરિસ્થીતી વણસે નહીં તે માટે અડાજણ પોલીસે સ્કુલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર આવેલ સીટીઝન સ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફી ભરી જવા માટે દબાણ કરતા ઉશ્કેરાયેલા વાલીઓએ સ્કુલ પર હલ્લાબોલ કરી સ્કુલ બંધ તો ફી બંધના સુત્રોચ્ચારો કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. જા કે વાલીઓના રોષને જાતા અડાજણ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.

એલ.એચ.બોઘરા-અગ્રવાલ સ્કૂલમાં ફીના મુદ્દે બબાલ

 સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલ.એચ.બોઘરા અને અગ્રવાલ સ્કુલના સંચાલકો દ્વારા છેલ્લાં એક સપ્તાહથી વિદ્યાર્થીઓના વાલીઓને ટેલીફોનિક જાણ કરી ફી ભરી જવા માટે દબાણ કરતા વાલીઓ વિરોધ કરી રહ્‌ના છે. જા કે બે દિવસથી એલ.એચ.બોઘરા અને અગ્રવાલ સ્કુલમાં વિદ્યાર્થીઓના વાલીઓના ટોળાંઓ આવીને સંચાલકો દ્વારા ફી વસુલવા માટે કરાતા દબાણનો વિરોધ કરી સંચાલકો વિરૂધ્ધ સુત્રોચ્ચારો કર્યા હતા. જા કે વાલીઓના વિરોધના કારણે પરિસ્થિતિ બગડે નહીં તે માટે અડાજણ પોલીસે બંને સ્કુલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.