દિલ્હી-

ભારતીય હવામાન વિભાગ ના અમદાવાદ સેંટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસુ વધુ સક્રિય રહે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં અત્યાર સુધીના સરેરાશ વાર્ષિક વરસાદના 159.12 ટકા વરસાદ થયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 121.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં. 83.40 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 69.58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 67.87 ટકા સાથે બીજા ક્રમે હતા.

હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 થી 24 ઓગસ્ટ સુધી વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, દાદરીમાં આગામી બે કલાકમાં વરસાદ પડી શકે છે. હાલમાં આકાશમાં વાદળો છવાયા છે. દિલ્હીમાં સવારે 9 વાગ્યે 30 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભેજ 77 ટકા હતો. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કલાકના 19 કિ.મી.ની ઝડપે પવન આગળ વધી રહ્યો છે.

બંગાળની ખાડીમાં નીચા દબાણ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સક્રિયકરણને કારણે પૂર્વ અને ઉત્તરપૂર્વ વિસ્તારો સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદનો સમયગાળો આગામી બે-ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.