અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટમાં એક અનોખો કિસ્સો નોંધાયો છે. દીકરીનાં લગ્ન પહેલાં ગર્ભવતી થતાં તેને ફરજિયાત કોનું બાળક છે? તે કહેવા દબાણ કરાયું હતું. લગ્નના એક જ માસમાં દીકરીએ બાળકને જન્મ આપતાં તેના પતિ સામે પોક્સો લગાવ્યો છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે તેના પતિને પોક્સોના કેસમાં આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માત્ર ૧૦૦ રૂપિયાના જામીન પર છોડી દેવા આદેશ કર્યો છે. જૂનાગઢમાં રહેતી કિશોરી અને તેના પ્રેમીનો કિસ્સો મહિલા અધિકાર અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે અટવાયેલો છે. યુવતીનો જન્મ ૨૪ માર્ચ ૨૦૦૨ના રોજ થયો હતો.

કાયદેસર રીતે ૨૫ માર્ચ ૨૦૨૦ના રોજ તે પરણી શકે, પણ એક દિવસ પહેલાં ૨૪ માર્ચે લૉકડાઉન લાગ્યું. તેથી પુખ્ત થવામાં માત્ર ૧ દિવસ બાકી હતો અને તે પ્રેમી સાથે ભાગી ગઇ. એક દિવસમાં કાયદાને તેના પર થોપી દેવાય નહીં. યુવતીના પિતા બાળકનો પિતા કોણ છે? તે માટે દબાણ કરી રહ્યાં છે. પરંતુ, કોઇ મહિલા એવા કોઇ ઓબ્લિગેશનમાં નથી કે તેને બાળકના પિતા કોણ છે તે કહેવું પડે. લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં તેને મોડર્ન કહેવાય અને ગામડાંની યુવતીને આઇપીસીની કલમો લગાવો છો? ૧૮ વર્ષ થવાને એક દિવસની વાર હતી, ત્યારે અચાનક લૉકડાઉન જાહેર થતાં કિશોરી તેના પ્રેમી સાથે ભાગી જઇ, લગ્ન કર્યા વગર તેની સાથે રહેવા લાગી હતી. ડિસેમ્બર-૨૦૨૦ના રોજ તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા અને તેના એક જ માસમાં તેણે દીકરાને જન્મ આપતાં તેના પતિ સામે દીકરીના પિતાએ પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે તેના પતિને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે, આ સજાને સસ્પેન્ડ કરવા તેણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. કોઇપણ યુવતીને બાળકનો પિતા કોણ છે? તે કહેવા માટે દબાણ કરી શકાય નહીં- હાઇકોર્ટ- ટકોર કરી હતી કે, કોઇપણ મહિલાને તેના બાળકનો પિતા કોણ છે? તે કહેવા દબાણ કરી શકાય નહીં.લગ્ન પહેલાં બાળકનો જન્મ થવો તે પોક્સો મુજબ ગુનો ગણાય છે, પણ યુવતી પોતે જ કહે છે કે મારે મારા પતિ સાથે રહેવું છે એના બાળકનો પિતા કોણ છે? તે મારે કહેવું નથી. તો તેને ફરજીયાત ફરજ પાડી શકાય નહીં.