દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તમની બહેન તેંમજ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ સોમવારે રક્ષાબંધનની શુભકામનાઓ સાથે પોતાની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પ્રયંકા સાથેની એક તસવીર શેર કરતા ટ્વીટ કર્યુ કે, આપ સૌને રક્ષાબંધનની શુભકામનાઓ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પોતાના ભાઈ રાહુલ ગાંધી સાથેની તસવીર શેર કરતા કહ્યું,'દરેક સુખ-દુ:ખમાં સાથે રહેતા મેં મારા ભાઈ પાસેથી પ્રેમ, સત્ય અને ધેર્ય શીખ્યા છે. મને આવો ભાઈ મળવા બદલ ગર્વ છે. સમગ્ર દેશવાસીઓને પાવન પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.'