ગાંધીનગર-

રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પાછોતરા વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જોકે રવિવારની વહેલી સવારથૂ જ રાજયના કેટલાક જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢ-પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ, અમદાવાદ, ખેડા, વડોદરા,નવસારી, સુરત, ભરૂચમાં મધ્યમથી તો દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સોમવારે ભાવનગર-અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા-પોરબંદર- રાજકોટ- બોટાદ-કચ્છ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેવી સંભાવના છે. આ પહેલા શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછોતરા વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર, તલ, મકાઈ, કઠોળ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.