અમદાવાદ-

અમદાવાદમાં વરસાદ ની શરૂઆત થઈ છે. ગઇકાલે રાતે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એક થી દોઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ બપોરે વરસાદ ની શરૂઆત થઈ હતી.અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત છે. હવામાન વિભાગ દ્વારા 5 દિવસ દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, પાટણ સાબરકાંઠા. અરવલ્લી જેવા વિસ્તારોમાં વરસાદ ની શક્યતા છે.

આજે સવાર થી જ બરોડામાં અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જોકે અમદાવાદમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવી અને વરસાદ ની શરૂઆત થઈ છે. જોકે દોઠ ઈચ જેટલા વરસાદ થી અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અનેક જગ્યાઓ પર પાણી ભરાતા કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાન ની પોલ ખૂલી ગઈ હતી. આમ તો કોર્પોરેશન પ્રિ મોન્સૂન ના કામો થઈ ગયા છે. કેચ પિત સાફ થઈ ગયા છે એવી વાતો કરી રહી છે. પરંતુ થોડા વરસાદ માં જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

ગઇકાલે પડેલા વરસાદમાં હથિજન પાસે એક પિકઅપ વાન પાણીમાં ભરાઈ ગઈ હતી. આ વિડીયો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા અર્જુનસિંહ મોઠવાડિયા એ આ વિડીયો ટ્વીટ કર્યો હતો. અને કોર્પોરેશન ને આડેહાથ લીધી હતી. અર્જુનસિંહ એ કહ્યું હતું કે આમ તો કોર્પોરેશન મોટા મોટા દાવા કરે છે કે 1500 જેટલા સીસીટીવી કેમેરા છે. મોટો કંટ્રોલ રૂમ છે અને આ કંટ્રોલ રમ માં 30 જણા કામ કરી રહ્યા છે. પરંતુ આ પિકઆપ વાન નિકડી શક્યા નથી અને ત્યાં આટલું પાણી ભરાયું હોવા છતાં પંપ થી પાણી કાઢયું નથી. જોકે કોર્પોરેશન પાસે 70 જેટલા પંપ છે. જ્યાં પણ પાણી ભરાય ત્યાં થી પાણી નિકાળી શકાય.