ગોધરા, ગોધરા પાલીકાની ચૂંટણીમાં ભાજપે ૬ વોર્ડમાં ઉમેદવારોના નામ જાહેર કરતાં શહેરમાં ભાજપ કાર્યકરોમા રોષ ફેલાયો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવા નિયમો બનાવીને ટીકીટ ફાળવણી કરવાના આદેશ આપ્યા હતા. પણ ગોધરા પાલીકા ત્રણ ટર્મ જીતેલા બે પૂર્વ પાલીકા પ્રમુખની ટીકીટ કપાઇ ગઇ હતી. જિલ્લા ભાજપે બંનેના પુત્રને ટીકીટ અપીને સંગાવાદ ચલાવતાં ભાજપ કાર્યકરોમાં છુપો રોષ ફેલાયો હતો. જેને લઇને સોસિયલ મિડીયામાં આકરી ટીકા થઇ હતી.પાટીલ પાવર સામે સંગાવાદ ચાલ્યો હોવાને લઇને શહેરમાં નારાજગી ફેલાતાં કેટલાક અપક્ષમાં ઉમેદવારી કરવાની નક્કી કરતાં ચર્ચાઓ શરૂ થઇ હતી. વોર્ડ ન ૧ માં ભાજપ તરફથી ટીકીટ ન મળતાં કોગ્રેસનો હાથ પકડશે તેવી ચર્ચાઓ વચ્ચે વોર્ડ નં ૨ માં પટેલ ઉમેદવારને ટીકીટ ન મળતાં પટેલ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી નોધાવવા માટે ગુપ્ત સભાઓ યોજાઇ હતી. વોર્ડ ૩માં અંકીત શાહે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ. વોર્ડ ૪ માં પુર્વ પ્રમુખ રાજેશ ચૌહાણે પત્નીની ટીકીટ માંગી હતી.પરંતુ ટીકીટ ન મળતાં શુક્રવારે રાજેશ ચૌહાણે પોતાની પત્નીનુ ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યુ હતું. વોર્ડ ૫ માં ભાજપની પેનલે ફોર્મ ભર્યા હતા. સાથે બે અપક્ષ ઉમેદાવરોએ ફોર્મ ભરતાં ભારે રસાકસી થવાના એધાણ વચ્ચે ભાજપની નારાજ કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો મોટી ઉથલ પાથલ થવાની શકયતાઓ દેખાઇ રહી છે

પાવીજેતપુર તાલુકા અને જિલ્લા પંચાયત કુલ ૮૭ ફોર્મ ભરાયા

પાવી જેતપુર હાલમાં ચાલી રહેલી તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રીયાના છેલ્લા દીવસે ૮૭ ફોર્મ ભરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફ્રોમ ભરવાના છેલ્લા દીવસે ઉમેદવારોનો ધસારો જાેવા મળતો હતો. જેમાં આજરોજ પાવી જેતપુર તાલુકાની ૫ જીલ્લા પંચાયતની બેઠકો ઉપર ભાજપ ૪, કોંગ્રેસ ૭ અને આપ ૩ અને અપક્ષ ૨ મળી કુલ ૧૬ ફોર્મ ભરાયા છે જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો ઉપર ભાજપ ૨૫, કોંગ્રેસ ૨૧, આપ ૧૦, બીટીપી ૧ અને અપક્ષ ૬ મળી કુલ ૭૧ ફોર્મ ભરાયા છે.ં આજે ફોર્મ ભરવા માટે રાજકીય પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જેને લઈને ચૂંટણી નો માહોલ જામયો હોય તેવું લાગી રહ્યું હતું. આજે ક્યાંક ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરોએ અપક્ષમાથી પણ ફોર્મ ભરતા અને રાજકીય પાર્ટીના આગેવાનોને માનીતાને અને નિયમો નેવે મૂકીને ટિકિટ આપી હોવાનો બળાપો પણ કાઢતા નજરે પડ્યા હતા.

હાલોલ તાલુકા પંચાયત ની ૨૪ બેઠકો માટે ૯૯ ફોર્મ ભરાયા

હાલોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હાલોલ તાલુકા પંચાયત ની ૨૪ બેઠકો માટે તેમજ હાલોલ તાલુકા માં આવતી જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે શુક્રવાર સુધી કુલ મળી તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૯૯ ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે ૧૯ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક રજૂ કર્યા હતા. આમ હાલોલ તાલુકા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત હાલોલ તાલુકા પંચાયતની ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે શુક્ર અને શનિવાર ના રોજ ઉમેદવારીપત્રક ભરવામાં ભારે રસ જાેવા મળ્યો હતો. હાલોલ તાલુકા પંચાયત ૨૪ બેઠકો માટે પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભારતીય જનતા પાર્ટીના તમામ બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી ના ૨૭ બેઠકો માટે ૩૭ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતા. જેને લઇ કંજરી ગામ ની બેઠક પર ફક્ત હ્વદ્ઘॅ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી