આજે શનિવારે એક જ દિવસે કાળી ચૌદશ અને દિવાળીનો સુભગ સંયોગ યોજાયો હતો. સામાજિક પરંપરા મુજબ ધાર્મિક પર્વે દર્શન કરવાનો મહિમા છે. શહેરના માંડવી સ્થિત મહાકાળી મંદિર ઉપરાંત અકોટા સ્થિત શનિદેવના મંદિર, હરણીના ભીડભંજન હનુમાન મંદિરે ભાવિકોનું દર્શન કરવા માટે પૂર ઉમટ્યું હતું. શહેરની મધ્યમાં આવેલા રોકડનાથ હનુમાન મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.