રાજકોટ-

અભય ભારદ્વાજના નિધન બાદ રાજ્યસભાની બેઠક ખાલી પડી છે. તો બીજી તરફ, કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ પણ વધુ એક બેઠક ખાલી પડી છે. આવામાં જલ્દી જ રાજ્યસભાની ચૂંટણી યોજાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. આવામાં રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના નિતીન ભારદ્વાજને ટિકિટ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે, કે નીતિન ભારદ્વાજ એ અભય ભારદ્વાજના નાના ભાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ ભારદ્વાજ પરિવારને જ આ ટિકિટ મળે તેવી લાગણી વ્યક્ત કરી છે. અભય ભારદ્વાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી પણ રાજકોટના છે અને અભય ભારદ્વાજ તેમના કોલેજકાળના મિત્ર હતા.

આવામાં નીતિન ભારદ્વાજને ટિકિટ ફાળવણીની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. નીતિન ભારદ્વાજ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા છે. અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા, સુરેન્દ્રનગર લોકસભા, જુનાગઢ અને લીંબડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા છે. હાલમાં પણ પ્રભારી છે. પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્વાજનું નામ ચર્ચામાં છે, ત્યારે મહત્વનો હોદ્દો મળી શકે છે. નીતિન ભારદ્વાજ રાજકોટ મનપામાં બે વખત સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૫-૨૦૦૬ અને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા.

તો વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. ભાઈ અભય ભારદ્વાજની જેમ તેઓ પણ વિદ્યાર્થી કાળથી સંઘ સાથે જાેડાયેલા હતા. કોલેજ સમયે છમ્ફઁ ના કાર્યકર્તા હતા. જુનાગઢ મનપાની ચૂંટણી સમયે તમામ મુખ્ય જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. તો સાથે જ સુરેન્દ્રનગર લોકસભા, તાજેતરની લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી, રાજકોટ પશ્ચિમ વિધાનસભા જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. આ તમામ મુખ્ય જવાબદારી તેઓએ સફળતાપૂર્વક ખૂબ સારી રીતે પાર પાડી હતી.