વડોદરા,તા.૪

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આપ અને કોંગ્રેંસના આગેવાનો અને કાર્યકરોેને ભાજપમાં સામેલ કરવાનો અને તખ્તોે તૈયાર કર્યો છે.જેના ભાગરૂપે આંજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાંતે આપનાં પ્રદેશ મહામંત્રી રાજુ અલવા સહિત આપ અને કોંગ્રેસનાં ૧૫૦ થી વધુ કાર્યકરોએ પ્રદેશ પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજૂ અલવાના ભાજપમાં પ્રવેશથી મધુ શ્રી વાસ્તવ કે ધર્મેન્દ્રસિંહ વાધેલા માટે જાેખમી તેવી ચર્ચાઓ ભાજપ વર્તુંળોમાં શરૂ થઈ છે. વિધાનસભા ચુંટણીના પડધમ શરુ થાય તે પહેલાજ ભાજપે વિપક્ષને સાફ કરી પોતાનામા સમાવી લેતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ૧૫૦ થી વધુ કાર્યકારો અને હોદ્‌ેદારોએ એકાએક પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી ભાજપમાં જાેડાઈ જતા તાલુકામાં કુતુહુલ સર્જાયું છે. વાધોડિયા તાલુકાના આમ આદમી પાર્ટીમાં સહમંત્રી ગુજરાત પ્રદેશ અને મધ્ય દક્ષીણજાેનનો હોદ્દો સંભાળતા હતા. જેઓ વાધોડિયા માં મજબુત વિપક્ષ તરીકે પોલીસ ગ્રેડ પે, મોંધવારી, સ્થાનિકોને રોજગારી, વિજ સમસ્યા જેવી બાબતોને લઈ ભાજપ સામે લડત આપતા રહ્યા હતા. તેમણે અચાનકજ આપ સાથે છેડો ફાડી. વાધોડિયા અને વડોદરા તાલુકાના કાર્યકરો સાથે હોદ્દા પરથી રાજીનામું આપી ગાંધીનગર કમલમ્‌ ખાતે રવાના થયા હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી જિલ્લા મંત્રી ભાવેશ પટેલ પણ પોતાના ૪૦ કાર્યકારો સાથે ગાંધીનગર કમલમ્‌ પહોંચ્યા હતા. જ્યાં સી.આર.પાટીલ ના હસ્તે કેસરીયો ધારણ કરવાનો હતો, પરંતુ કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે વડોદરા જીલ્લા ભાજપના હોદ્દેદારો ભાર્ગવ ભટ્ટ, અશ્વીન પટેલ, પરાક્રમસિંહ જાડેજા અને અશોક પટેલના હસ્તે કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપને મજબૂત બનાવવા હાંકલ કરી હતી. રાજુ અલવા સાથે વાધોડિયા આપના તમામ હોદેદારો ભાજપમાં જાેડાઈ ગયા હતા.ઉલ્લેખનિય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગી,બીટીપીના ગઠબંધનમાં વાઘોડિયાની સીટ બીટીપીના ફાળે જતાં રાજૂ અલવા અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ૩૨૦૦૦ મત મેળવ્યા હતા.જાે કે રાજૂ અલવાની ભાજપમાં પ્રવેશથી આગામી વિધાનસભાની ટીકીટ માટે કોની માટે જાેખમ ? તે અંગેની ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ છે.તો બીજી તરફ આ સમગ્ર ઓપરેશનમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનું પણ કહેવાય છે.