ભરૂચ

હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં એક તરફ લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. હજારો લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ સ્વજન ઘરે પરત ફરે તેવી કોઈ ખાતરી નથી. જેમાં લોકો શારીરિક, માનસિક અને આર્થિક રીતે પડી ભાગ્યા હોવાનો એહસાસ થઈ રહ્યો છે. બીજી તરફ આવા કપરા સમયે નરાધમ જેવા લોકો પોતાને આર્થિક ફાયદો થાય તે માટે ગમે તેવા ખેલ કરતાં હોય તેવા બનાવ બહાર આવ્યા છે. જેમાં કોવિડ-૧૯ વાઇરસ અંતર્ગત જાહેરનામા દ્વારા ખોટી અફવા ફેલાવી પોતાનો અંગત ફાયદો કરતાં શખ્સને ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન અનુસાર મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર કોવિડ-૧૯ વાઇરસ અંગેની ગાઈડલાઇન જાહેર થતાં પોલીસને મળેલ માહિતી અનુસાર ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ગજાનંદ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.૧૨ માં આવેલા રાઠોડ એન્ડ શ્રીલક્ષ્મી ટ્રાવેલ્સ એજન્સીનાં સંચાલક થનારામ ધનારામ જાટ રહે. ઝાડેશ્વર ભરૂચ, પોતાની પાસે બહારનાં રાજયોમાં જવા માટે ટ્રાવેલ્સની ટિકિટ લેવા આવતા પરપ્રાંતિય મજૂર વર્ગને વ્યક્તિઓનાં કોવિડ-૧૯ નાં વાઇરસને લઈને એવી અફવા ફેલાવી કે થોડા દિવસમાં ભરૂચમાં લોકડાઉન થવાનું છે. જેથી તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઈ જશે અને ટિકિટ નહીં મળે તેવું જણાવી નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ નાં કારણે પોતાના આર્થિક ફાયદા માટે ખોટી અફવા ફેલાવી લોકો પાસેથી વધારાનાં ભાડાની ટિકિટોનું પોતાના અંગત ફાયદા માટે અફવા ફેલાવી લોકો પાસેથી વધારે રૂપિયા મેળવવા નિયત ભાડા કરતાં વધારે રૂપિયા મેળવવા માટે તેમની દુકાને ભીડ-ભાડ જમા થતાં વાઇરસ ફેલાતો હોય બીજાની જિંદગી જાેખમમાં નાનખી બેદરકારી ભર્યું વર્તન કરેલ હોય આથી આઈપીસી કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ આપદા પ્રબંધન અધિનિયમ એકટ કલમ ૫૧ (બી), ૫૪ વગેરે કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી માહિતી ફેલાવી લોકોને ભ્રમિત કરનારાઓ ઉપર ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.