દાહોદ, કોરોના કાળમાં રેલવે વિભાગ દ્વારા તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વેપારીઓ સહિતના મુસાફરો માટે જીવાદોરી સમાન ગણાતી રતલામ દાહોદ મેમું લોકલ પેસેન્જર ટ્રેન ૧૧ માસ બાદ શરૂ કરવાની માંગણીને ધ્યાને લઇ હવે વિના રિઝર્વેશનએ ચાલુ કરવાનો ર્નિણય રેલવે વિભાગ દ્વારા લેવાતા મુસાફર વેપારીઓ તેમજ અન્યમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને સાથે સાથે એસ.ટી બસ સેવા રેલવે સેવા તેમજ વિમાની સેવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી હતી. લોકડાઉન બાદ પરિસ્થિતિ સુધરતા અનલોકમાં સરકાર દ્વારા ધીરે ધીરે આ તમામ સેવાઓ પુનઃ ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ તે તમામ ટ્રેનો સરકારી ગાઇડલાઇન મુજબ રેલવે દ્વારા ઘણી એક્સપ્રેસ ટ્રેનો ચાલુ કરવામાં આવી. પરંતુ સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઇ તમામ ટ્રેનો રિઝર્વેશનવાળી ચાલુ કરાઈ રિઝર્વેશન વિના તે ટ્રેનોમાં મુસાફરી કરી ન શકાતા સામાન્ય તેમજ ગરીબ વર્ગના લોકોને મજબૂરીથી રિઝર્વેશન કરવાનો વારો આવ્યો હતો. તેવા સમયે રેલવે વિભાગ દ્વારા રતલામ-દાહોદ મેમુ ટ્રેન ગત ૨૭ ફેબ્રુઆરી થી ચાલુ કરવામાં આવીછે