મેડ્રિડ

શનિવારે મોડી રાત્રે રમાયેલી અલ ક્લાસિકો મેચમાં રીઅલ મેડ્રિડે હરીફ બાર્સેલોનાને ૨-૧થી પરાજિત કર્યું. આ જીત સાથે રીયલ મેડ્રિડ લા લિગા ટેબલની ટોચ પર પહોંચ્યું.રીયલ માટે મેચનો પહેલો ગોલ ૧૩ મી મિનિટમાં કરીમ બેન્ઝેમાએ કર્યો હતો. સાત લીગ મેચોમાં આ તેમનો નવમો ગોલ હતો. બેન્ઝેમાએ બેક હિલ નજ દ્વારા લુકાસ વાઝક્વીઝના ક્રોસ પર ગોલ કર્યો. ટોની ક્રુઝે ૨૮ મી મિનટ માં ગોલ કર્યો. ૩૦ મી મિનિટ સુધીમાં રીયલે તેની લીડ બમણી કરી દીધી હતી. ટોની ક્રુઝે ૨૮ મી મિનટ માં ગોલ કર્યો. 

બીજા ભાગમાં બાર્સેલોનાએ પ્રથમ ગોલ કર્યો. ઓસ્કાર મિંગુજાએ તેના માટે આ ગોલ કર્યો. બાર્સિલોનાને ડ્રો મળી શકે તેમ હતું પણ સુપર-સબ આઈકક્સ મોરિબા એક શોટ ક્રોસબાર સાથે ટકરાઈ અને દિશાહીન બન્યું.

આ વરસાદની મેચમાં મળેલી જીતને રીઅલ મેડ્રિડના એટલિટીકો મેડ્રિડની સરખામણીએ ૬૬ પોઇન્ટ થયા છે પરંતુ હેડ-ટુ-હેડ રેકોર્ડના કારણે રીઅલ મેડ્રિડની ટીમ ટોચ પર છે.એટ્‌લેટિકો મેડ્રિડને રવિવારે ટોચ પર પહોંચવાની તક મળશે જ્યારે ટીમ છઠ્ઠા ક્રમે આવેલા રીઅલ બેટિસ સાથે ટકરાશે. આ મેચ પછી બાર્સેલોનાએ ફરિયાદ કરી હતી કે તેને બે પેનલ્ટી મળવી જોઈતી હતી પરંતુ રેફરીએ તેને નકારી દીધી. બાર્સેલોના કોચ રોનાલ્ડ કોમન આને લઈને ખૂબ ગુસ્સે દેખાઈ રહ્યા હતા.