અમદાવાદ-

ગુજરાત માં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં રોજના 90થી વધુ કેસો નોંધાતા સ્થિતિ કફોડી બની છે, સિવિલ હોસ્પિટલ માં પણ દર્દીઓ વધી રહ્યા છે હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. ગતરોજ 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં 81 કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. 

સોલા સિવિલના નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી સોલા સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ બેડ ભરાઈ ગયા છે. આઇ.સી.યુમાં હવે એક પણ બેડ ખાલી રહ્યા નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા ખાસ એક ફ્લોર ઉભો કરવામાં આવ્યો છે. નવા ફ્લોરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 279 કોરોના દર્દી દાખલ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્યા છે. રોજ હવે કોરોનાના કેસો વધતા ફરી હોસ્પિટલો ભરાઈ રહી છે. 

કોરોના વાયરસે ફરી એકવાર જાણે કે ઉથલો મારી દીધો છે અને ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે,દિલ્હી માંતો માત્ર 24 કલાક માજ 99 લોકો ના કોરોના થી મોત થવા તે ખુબજ ગંભીર બાબત કહી શકાય. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,સુરત જેવા અગાઉ થીજ ટોપ લિસ્ટ માં રહેલા મહા નગરો માં પણ દૈનિક કેસો વધી રહ્યા છે. ઇલેક્શન બાદ તરત જ દિવાળી આવી ઠેરઠેર ભીડ ના દ્રશ્યો અને લોકો એ ખરીદી ઓછી કરી અને બજારો માં ફર્યા વધુ જેવો ઘાટ થતા હવે કોરોના વકર્યો છે હવે રાજકારણીઓ નું ચૂંટણી નું કામ પણ પૂરું થયું તેથી ફરી પાછા લોકડાઉન લાવે તેવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે.