ગાંધીનગર ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાનું કોરોનાના કારણે અવસાન થયું છે. બહુચર્ચિત એવા સંજય ગુપ્તા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટમાં થયેલા કૌભાંડમાં આરોપી હતા. સંજય ગુપ્તાનું ઉત્તરપ્રદેશના લખનૌમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં છેલ્લા ૧૪ દિવસથી વેન્ટીલેટર ઉપર ઉપર હતા.સંજય ગુપ્તાને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મુકાયા હતા. તેમના કાર્યકાળમાં મેટ્રો રેલનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં તેઓ ખુદ આરોપી તરીકે હતા. આ કૌભાંડ બાદ ઈડી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં તેઓના નામે અનેક બેનામી સંપત્તિ હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેમાં નિસા ગ્રૂપના બેનર હેઠળ અમદાવાદની કેમ્બે હોટેલ સહિત દિલ્હીમાં પણ અનેક સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓએ એક ચેનલ પણ શરુ કરી હતી.