રાનકુવા : વાંસદાના ખડકાડા સર્કલ પાસે બનેલા જર્જરિત માર્ગની મરામત કરવાની કામગીરી હાથ ઉપાડી હતી. અહીંના સર્કલ પાસેથી રોજના હજારોની સંખ્યામાં ભારે તેમ જ હલકા વાહનો ધમધમતા હોય છે. ચોમાસાને કારણે અહીં ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી આ ઉબર-ખાબર બનેલા માર્ગને મારામત કરી સુધારો કરવામાં આવી રહ્યો હતો. વાંસદા તાલુકામાં તાલુકામાં બિસ્માર બનેલા રસ્તાઓ નું વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા મરામત ની કામગીરી શરૂ કરવામાં આવી. ચોમાસા દરમિયાન ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા હતા તથા અનેક રસ્તાઓ પર ખાડાઓ પડ્યા હોય ચોમાસામાં વરસાદી પાણીના કારણે રસ્તાઓની પેચવર્ક ની કામગીરી કરી શકાય તેમ ન હોવાને કારણે વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા ઠેરઠેર પડેલા ખાડાઓ તથા બિસ્માર રસ્તાઓની મરામતનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા માર્ગો આ વર્ષે બિસ્માર બન્યા હતા જ્યારે વાંસદા થી ઉનાઈ ને જોડતો માર્ગ ૨૪ કલાક વ્યસ્ત હોય છે આ રસ્તા પર પણ મસમોટા ખાડાઓ પડી ગયા હતા. જેના કારણે હાલમાં વરસાદે વિરામ લેતાં તંત્ર જાગ્યું હતું. તાલુકાના રસ્તાઓનું હાલ પેચવર્ક નું કાર્ય પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. જેના કારણે વાહનચાલકો ને મહદંશે રાહત થવા પામી છે.