વડોદરા, તા.૨

વડોદરા જિલ્લાના પોર નજીક ઉટિયા ગામ આવેલું છે.૧૪૭ કરજણ - શિનોર પોર વિધાનસભાનું છેલ્લું ગામ છે.ઉટિયા ગામનો ચાર જૂથ પંચાયત દોલતપૂરા,ઉટિયા, કજાપુર અને રસુલપુરા ગામનો સમાવેશ થાય છે.

કજાપુર ગ્રામ પંચાયત છેલ્લા ૩૦ વર્ષથી સમરસ થાય છે.ત્યારે ૪૦ વર્ષથી ઉટિયા ગામમાં વિકાસના નામે મીંડું જાેવા મળ્યું છે. અંગ્રેજાેના રાજમાં જીવતું હોય તેવી પરિસ્થિતિમાં જાેવા મળ્યું હતું. ગામમાં ૪૦ વર્ષથી સ્મશાનની પણ સુવિધા નથી પાકા.રસ્તાની પણ સુવિધા નથી વડોદરા જિલ્લામાં એક ગામ એવું નહીં હોય કે સ્મશાન નહીં હોય પણ ઉટિયા ગ્રામજના ને કેમ અન્યાય કરવામાં આવે છે.સ્મશાન તો ઠીક ગામની સ્ટ્રીટ લાઈટ પણ નથી. જેથી રાત્રે અંધારામાં કોઈ ચોર કે દીપડો આવે તો પણ ખબર ન પડે તેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે

બીજી બાજુ ગામની લાઈટની ડી.પી પણ ચોમાસામાં પુર ના પાણીમાં ગરકાવ થઈ જાય છે..અને ગટર ગામની ભાગોળમાં છોડી મુકવામાં આવી છે.નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના ઉટિયા ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી તમામ ચૂંટણી માં નેતાઓ ખાલી વોટ લઈ પ્રજાને વાયદા કરીને પાંચ વર્ષ સુધી પ્રજાને રામ ભરોસે છોડી મુકવામાં આવે છે.

ઉટિયા ગ્રામજનોને એ પણ ખબર નથી કે વિધાનસભામાં ધારાસભ્ય કોણ છે.લોકસભામાં સાંસદ કોણ છે.એ પણ સુદ્ધા ખબર નથી..ત્યારે ઉટિયા ગામના રહીશો વિફરી ને આવનાર દિવસોમાં ૧૪૭ કરજણ શિનોર વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે ઉટિયાના ગ્રામજનોએ ભેગા મળી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે..