વડોદરા, તા. ૧૩

પૂર્વ રણજી ક્રિકેટર રિશી આરોઠેને વડોદરા એસઓજી પોલીસે મુંબઇની એક હોટલમાંથી નીચે સ્મોકિંગ કરવા આવતા તેને ઝડપી પાડ્યો હતો. રિશી આરોઠેના પિતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરમાંથી ૧૧ દિવસ પહેલા પોલીસે ૧.૩૯ કરોડ રૂપિયા કબજે કર્યા હતા અને પોલીસે તુષાર આરોઠે સહિત ૩ આરોપીની અટકાયત કરી હતી. તે સમયે રિશી આરોઠે ફરાર હતો એટલામા રિશી સામે એક પછી એક ફરિયાદો થવા લાગી હતી. છેલ્લા પાંચ દિવસથી તેની પાછળ પાછળ ફરતી એસઓજી પોલીસે તેણે મુંબઇથી ઝડપી પાડ્યો હતો.

૧૧ દિવસ પહેલા પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ સહિત ત્રણ લોકોની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી તે સમયથી રિશી આરોઠે ફરાર હતો. ત્યારબાદ રિશી આરોઠે સામે એક બાદ એક ફરિયાદો બહાર આવા લાગી હતી. રિશી આરોઠે ફરાર હતો એટલામાં રિશી સામે એક વેપારીએ ગોવામાં પ્રોજેક્ટમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ અને પંચમહાલના યુવા ક્રિકેટરને આઇપીએલમાં રમડાવાના લાલચ આપીને ૫.૨૭ લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે રિશીને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. એસઓજી પોલીસ મથકની ચાર માણસોની એક ટીમ તેની પાછળ પાછળ જ હતી. તે સમયે પોલીસને પહેલા બેંગ્લોરનુ લોકેશન મળ્યું હતુ. પોલીસ બેગ્લોર પહોંચે તે પહેલા જ ઠગ રિશી આરોઠે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસને ફરી એકવાર ગોવાનું લોકેશન મળ્યું હતું ત્યાં પણ પોલીસ પહોંચે તે પહેલા જ તે ત્યાંથી ફરી રફુચક્કર થઇ ગયો હતો. એસઓજી પોલીસે ફરી એકવાર તેનુ આઇપી એડ્રેસ ટ્રેસ કરતા તેણુ આઇપી એડ્રેસ મુંબઇની એક હોટલનું આવ્યું હતુ. પોલીસે તે હોટલની બહાર તેની વોંચ ગોઠવી હતી. તે ગત રોજ રાત્રીના સમયે તે હોટલની બહાર સ્મોકિંગ કરવા બહાર આવતાની સાથે એસઓજી પોલીસે તેને ઝડપી પાડી વડોેદરા ખાતે લાવવામાં આવ્યો હતો.

રિશી આરોઠેની પૂછપરછમાં મોટા ખુલાસા થશે!?

એસઓજી પોલીસનાા પી.આઇ. વી.એસ પટેલે જણાવ્યું હતું કે, આરોપી રિશી આરોઠેને મુંબઇથી ઝડપી પાડ્યો છે અને તેની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી છે. તેના ઘરમાંથી મળેલા ૧.૩૯ કરોડ રૂપિયા અંગે પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ૧.૩૯ કરોડ રૂપિયા કોને આપવના હતા અને ક્યા કારણોસર મોકલવામાં આવ્યા હતા. તે હજી સુધી જાણી શકાયુ નથી. રિશી આરોઠે ઝડપાઇ જતા હવે તેની સઘન પુછપરછ કરવામાં આવશે. રિશી આરોઠેની પૂછપરછમાં આ નાણાં કોને આપવાના હતા, તેનો ઘટસ્ફોટ થઇ શકે છે. આ ઉપરાંત રિશી આરોઠેએ કેટલા લોકો સાથે ઠગાઇ કરી છે, તનો પણ ખુલાસો થઇ શકે.

પૂર્વ રણજી ક્રિકેટરના ઘરમાંથી ૧.૩૯ કરોડ રોકડા મળી આવ્યા હતા

પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરમાંથી એસઓજી પોલીસે દરોડો કરતા તેના ઘરમાંથી ૧.૩૯ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે તુષારા આરોઠે સહિત ૩ આરોપીની અટકાયત કરી હતી. આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની સઘન તપાસ પોલીસે શરૂ કરી હતી. જાેકે, રિશી આરોઠે ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ હાથ ઘરી હતી.

રિશી આરોઠે ફરાર થતાં એક પછી એક ફરિયાદો નોંધાતી થઇ

૧.૩૯ કરોડ જેટલી માતબર રકમ ક્યાંથી આવી તેની તપાસ શરૂ હતી તે સમયે રિશી આરોઠે સામે શહેરના એક વેપારી પાસેથી ગોવામાં પ્રોજેક્ટમાં રોકાણના નામે ૨૯.૭૫ લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ હતી. તેમજ આઇપીએલમાં રમવાની તક મળશે તેમ કહીને પંચમહાલના યુવા ક્રિકેટર પાસેથી ૫.૨૭ લાખ પડાવ્યાની રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદ નોંધાતાં રિશી આરોઠે પોતાનું રહેઠાણ સ્થળ બદલતો હતો

ઠગાઇના સમગ્ર બનાવ અંગે એસઓજી પોલીસ મહાઠગ રિશી આરોઠેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે કોલ ડિટેઇલ અને ટેક્ટિનકલ સર્વેલન્સના આધારે રિશીને ટ્રેસ કરવાની શરૂાઆત કરી હતી. આ દરમિયાન રિશી આરોઠે મુંબઇના થાણે વિસ્તારની એક હોટલની બહાર સ્મોકિંગ કરવા આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચા રિશી આરોઠે પોતાનું રહેઠાણ સ્થળ બદલતો રહેતો હતો. જાેકે, છેવટે પોલીસે તેણે ઝડપી પાડ્યો હતો.