અમદાવાદ, ક્રાઇમબ્રાંચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં રહેલી મહિલાઓ દ્વારા નકલી લગ્ન કરીને લોકોને લૂંટવામાં આવતા હતા. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરૂષોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજા સાથીદારોની હજી પણ પોલીસ શોધ કરી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં ૫૦થી પણ વધારે પરિવારોને લગ્નનાં નામે ઠગ્યા છે. લગ્ન કર્યા બાદ તેમના ઘરે થોડા દિવસો રહીને કપડા, ઘરેણા અને કિંમતી સામાન લુંટીને ફરાર થઇ ગયા હતા. ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા જે મહિલાઓને ઝડપી લેવામાં આવી છે તેમાં ૨૨થી ૩૫ વર્ષ વચ્ચે છે. પોલીસનું માનવું છે કે, ગેંગની ૧૨થી વધારે મહિલાઓ હાલ ફરાર છે. આ ગેંગ લગ્નના નામે નાસિક, પુણે, સોલાપુર, ગુલબર્ગા, વાપી અને કોલ્હાપુરમાં અનેક લોકોને લગ્નનાં નામે ઠગ્યા છે.

પુણે ગ્રામ્ય પોલીસની એક સ્થાનિક ગુના શાખાએ એક વ્યક્તિ પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી જવાના મુદ્દે તપાસ આદરી હતી. પીડિતે જણાવ્યું કે, જ્યોતિ પાટિલ લગભગ એક મહિના પહેલા તેમને મળી હતી. પોતે એકલી અને ગરીબ હોવાથી લગ્ન માટે રજુઆત કરી હતી. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન પણ કર્યા હતા. ગત્ત સપ્તાહે પીડિત પરિવારે લૂંટની ફરિયાદ દાખલ કરાવી હતી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, જ્યોતિના એક મિત્રએ જણાવ્યું કે, જ્યોતિ પહેલાથી જ લગ્નગ્રંથીથી જાેડાયેલી છે. બે બાળકો પણ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તેમણે ૫૦ લોકોને આ પ્રકારે જાળમાં ફસાવ્યા છે. બે બાળકો પણ છે. પોલીસ તપાસ અનુસાર જ્યોતિ જ ગેંગની લીડર છે. પોલીસે જ્યોતિ પાટિલ સહિત ૯ મહિલાઓ અને બે પુરૂષોની ધરપકડ કરી છે. જ્યોતિએ સ્વિકાર્યું કે, અત્યાર સુધી પાંચ પુરૂષો સાથે લગ્ન કર્યા છે. જે પૈકી માત્ર એક વ્યક્તિએ જ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે પુણે ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જાે કે પોલીસે અપીલ કરી છે કે આવા કિસ્સામાં જાે કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય તો ફરિયાદ નોંધાવે જેથી યોગ્ય કાર્યવાહી થઇ શકે.