અમદાવાદ-

આવતીકાલે મંદિર પરિસરમાં જ આ ખલાસી બંધુઓના ટેસ્ટ કરવામાં આવશે.આ ઉપરાંત મંદિરમાં ભગવાન ને ભોગ ધરવામાં આવતો ખીચડો 2 ભાગમાં બનાવમાં આવશે. જેમાં સવારે ભગવાન માટે ભોગ બનાવમાં આવશે. ત્યારબાદ ભગવાન નગર ચર્યા કરીને આવશે એ પછી પણ ભગવાનને ભોગ ધરવામાં આવશે આ પ્રસાદ પછી ભક્તોમાં વહેંચવામાં આવશે. ભગવાનની રથયાત્રાને લઈને મંદિર તરફથી તૈયારીઓ કરી દેવમાં આવી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આવતીકાલથી વિધિ શરૂ કરવામાં આવશે. આવતીકાલે ભગવાન નિજ મંદિર આવી જશે. ભગવાને આંખે પાટા બાંધવામાં આવશે. સવારે ભગવાનની નેત્રોસ્તવ વિધિ થશે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નેત્રોસ્તવ વિધિમાં હાજરી આપશે અને મહાઆરતીમાં ભાગ લેશે. અલગ અલગ વિધિનું આવતીકાલથી આરંભ થશે મંદિરમાં ઘ્વજારોહણ કરવામાં આવશે.