ફતેપુરા

ફતેપુરા તાલુકામાં આજરોજ જિલ્લા પંચાયતની ૬ સીટો તેમજ તાલુકા પંચાયતની ૨૮ સીટો માટે ઈલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ ફતેપુરા તાલુકામાં મામલતદાર કચેરી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ના ફોર્મ જમા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ભાજપ અને કોંગ્રેસ તેમજ બી ટી પી ના ઉમેદવારો એ પોતપોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા પછી આજરોજ પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રક સુપ્રત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફતેપુરા મામલતદાર કચેરીના પાટણમાં પોલીસ સ્ટાફ નો પૂરતો બંદોબસ્ત ગોઠવી સુચારુ આયોજન કરી ઉમેદવારો સાથે સમિત માત્ર લોકોને ઉમેદવારીપત્રક સુપરત કરવા માટે મામલતદાર કચેરીમાં મોકલવામાં આવ્યા હતા ફતેપુરા મામલતદાર કચેરીમાં આજરોજ જિલ્લા પંચાયતના ૨૮ ફોર્મ ભરાયા હતા તો તાલુકા પંચાયતના સભ્ય માટે ૭૦ ફોર્મ ભરાયા હતા