દિલ્હી-

સુપ્રિમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં લવ જેહાદ અધિનિયમ સામે દાખલ કરેલી અરજીઓની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તે જ સમયે સીજેઆઈ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે આવા લગ્નને રોકવા માટે રાજ્યો દ્વારા બનાવાયેલા કાયદાને લગતા મુદ્દા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, અમે યુપી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ દ્વારા પસાર કરાયેલા આવા કાયદા સામે નવી અરજીઓ સાંભળીશું નહીં. અમને હાઈકોર્ટના આદેશોનો લાભ જોઈએ છે. અરજદારોને હાઇકોર્ટમાં જવાની મંજૂરી છે.

સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. તમે ત્યાં કેમ નથી જતા ઉત્તરાખંડ હાઈકોર્ટ પણ આ કેસની સુનાવણી કરી રહી છે. અમે અરજીઓ હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની ના પાડી દીધી છે. અરજદારની પીયુસીએલ વતી કહેવામાં આવ્યું હતું કે આ મધ્યપ્રદેશ અને હિમાચલમાં પણ કરવામાં આવ્યું છે.