દિલ્હી-

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાથી પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. કોરોનાના વધતા કેસને જાેતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ૧૧થી ૧૫ મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વૈજ્ઞાનિકોએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસ પર જે સ્ટડી કરી છે, તેના પ્રમાણે ૧૫ મેની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ ૩૩થી ૩૫ લાખની નજીક પહોંચશે.

કોરોના સંક્રમણને જાેતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ગત વર્ષે જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ એ જ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો તો કોરોના સંક્રમિતોની સંખ્યા મેના મધ્ય સુધી કોરોના દર્દીઓની સંખ્યામાં ૩ ઘણો વધારો થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૧૭ સપ્ટેમ્બરના કોરોના પીક પર હતો, પરંતુ આ વખતે સ્થિતિ ઘણી જ ખરાબ થતી જાેવા મળી રહી છે.

કોરોનાની અત્યારની સ્થિતિ જાેતા દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણામાં ૨૫-૩૦ એપ્રિલ દરમિયાન નવા કેસોની સંખ્યા ચરમ પર હશે. આ જ રીતે ૧થી ૫ મેની વચ્ચે ઓરિસ્સા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જ્યારે ૬-૧૦ મે દરમિયાન તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પીક પર હશે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોના પહેલા જ પોતાના ચરમ પર છે. આ જ રીતે બિહારમાં કોરોના ૨૫ એપ્રિલની આસપાસ પોતાની પીક પર હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોનાની ઝડપ પર અમારી નજર બનેલી છે. કોરોનાનું સંક્રમણ દરરોજ વધતુ જઇ રહ્યું છે. ૧-૫ મે દરમિયાન દરરોજ ૩.૩થી ૩.૫ લાખ નવા કોરોના સંક્રમિતો જાેવા મળશે, જ્યારે ૧૧-૧૫ મેની વચ્ચે આ ૩૩-૩૫ મેની વચ્ચે ૩૩-૩૫ લાખની આસપાસ એક્ટિવ કેસની સાથે કોરોના પોતાની પીક પર હશે.