અમેરિકા,

ચીનનાં વુહાન શહેરમાંથી નીકળેલા કોરોના વાયરસનો રોગચાળો વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કહેર મચાવી રહ્યો છે. અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 23,91,336 રહી છે. જ્યારે રોગચાળાનાં કારણે 1,22,985 લોકોનાં મોત નીપજ્યાં છે. યુ.એસ. માં મંગળવારે અમેરિકામાં ચેપનાં 34,700 કેસ નોંધાયેલા, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા આંકડા મુજબ યુ.એસ. માં કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ન્યુ યોર્ક અને ન્યુ જર્સી જેવા ગીચતાવાળા શહેરોમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થયો છે, જે યુ.એસ.નાં કોરોના હોટસ્પોટ્સમાં શામેલ છે. પરંતુ હવે આ વાયરસ દક્ષિણ અને પશ્ચિમમાં ફેલાયો છે. નેવાડા, ટેક્સાસ, એરિઝોના, કેલિફોર્નિયા અને મિસિસિપી સહિતનાં કેટલાક રાજ્યોમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાયરસ દર્દીઓની સંખ્યામાં અમેરિકા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ભારત આવે છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનાં 92 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.