ઇટલી

સેરેના વિલિયમ્સે ત્રણ મહિનામાં પ્રથમ જીત મેળવતા ૧૭ વર્ષની ક્વોલિફાયર લિસા પિગાટો ૬-૩, ૬-૨ થી હરાવીને એમિલિયા રોમાગ્ના ઓપન ટેનિસના પ્રથમ રાઉન્ડમાં જીત નોંધાવી જે ત્રણ મહિનામાં તેની પહેલી જીત હતી. અહીં વાઇલ્ડ કાર્ડથી રમીને સેરેના ગયા અઠવાડિયે ઇટાલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન ક્વાર્ટર ફાઇનલમાં સિમોના હાલેપને પરાજિત કર્યા બાદ સેરેના જીતી શકી નથી. સેમિફાઇનલમાં તેણીને નાઓમી ઓસાકાએ પરાજિત કરી હતી. હવે તેનો મુકાબલો કેટરીના સિનીકોવા સામે થશે જેણે ડેનમાર્કની ક્લેરા ટાઉનને ૬-૧, ૬-૩ થી હરાવી છે.