ગાંધીનગર-

કોરોના વાયરસની મહામારી વચ્ચે વેસ્ટર્ન રિજિનલ કો ઓરડીનેશન કમિટી ની બેઠક ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલી મળી હતી. ગુજરાત સહિત આ મહત્વની બેઠકમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોઆ અને દાદરા નગર હવેલી ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠક માં જોડાયા હતા.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે ગુજરાત ના પોલીસ વડા આશિષ ભાટિયા અને અન્ય અધિકારીઓ પણ ગાંધીનગર પોલીસ ભવનથી વિડિઓ કોન્ફરન્સ માં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માં સુરક્ષા માટે રિજનલ બેઠકો કરવા અગાઉ પ્રોત્સાહન આપ્યું હતું. જેના પગલે આજે પશ્ચિમ રિજનની બેઠક થઈ રહી છે. 

ગુજરાત સરકાર ના રાજય ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાની અધ્યક્ષતામાં 7મી રિજીયન વર્ચ્યુઅલ વિડીઓ કોંફરન્સમાં રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ બેઠક અન્વયે ગૃહ રાજય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા એ માહિતગાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ ,ગોવા અને દાદરા-નગર હવેલી પોલીસ વડા ઓ આજની રિજીયન વિડીઓ કોંફરન્સ માં જોડાયા હતાં. જેમાં દેશના કેટલાક સીમાવર્તી રાજ્યો અને પાકિસ્તાન સંલગ્ન રાજ્ય હોવાના કારણે સીમા ની ગતિવિધીઓ અને તેને લગતા મુદ્દાઓ પર ચર્ચા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનો સ્વીકાર ગૃહ રાજય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા એ કર્યો છે. 

તો બીજી તરફ મહિલા સુરક્ષા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આપણા ગુજરાત માં પણ મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલા લેવાયા છે. રાજ્યમાં અઘટિત કોઈ પણ ઘટના બને નહી અને જો કદાચ થાય તો ઝડપી કાર્યવાહી થાય તેના માટે પણ અમારી સરકાર સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ રાજ્યની દારૂ બંધી અંગે ગૃહ રાજય મંત્રી પ્રદિપ સિંહે જણાવ્યું હતું કે ભાજપ સરકારે નશાબંધી સામે મુહિમ ચલાવી છે અને હજુ પણ આ અભિયાન ચાલુ જ છે.