અરવલ્લી,શામળાજી,તા.૧૧ 

પવિત્રયાત્રાધામ શામળાજીમાં આદિવાસી સમાજ માટે આશીર્વાદ સમાન રેફરલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ખોફ પ્રસર્યો છે.   રેફરલ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે કામગીરી બજાવી રહેલા કમૅચારીને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલ ના કમૅચારીઓ તથા ડોક્ટર  તથા સ્ટાફમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કોરોના પોઝિટિવ આવતાં રેફરલ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. રેફરલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર સ્વયં  આઈશોલેશન થઈ ગયા હતા. સવારથી જ જિલ્લા આરોગ્યની ટીમ રેફરલ હોસ્પિટલમાં આવી હતી. આ કમૅચારીના સંપર્કમાં કોણ કોણ આવેલું છે તેની યાદી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. શામળાજીમાં કોરોનાનો પહેલો કેસ આવતા ગ્રામ્ય વિસ્તારની હજારો ગરીબ આદિવાસી સમાજના લોકો આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોવાથી  પ્રજામાં ગભરાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા રેફરલ હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવશે.