મુંબઇ

શેર બજારમાં આ કંપનીએ જોરદાર એન્ટ્રી કરી દીધી છે. નઝારા ટેકના શેર BSE પર 79 ટકા પ્રીમિયમની સાથે 1971 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. એનએસી પર નઝારા ટેકના શેર 1990 રૂપિયા પર લિસ્ટ થયા છે.

રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ વાળી ઑનલાઈન ગેમિંગ કંપની નઝારા ટેક  નો IPO 17 માર્ચના ખુલીને 19 માર્ચના બંધ થયો હતો.નઝારા ટેકના પ્રાઈઝ બેન્ડ 1100-1101 રૂપિયા નક્કી કર્યા હતા. કંપનીએ આ આઈપીઓથી 583 કરોડ રૂપયિા એકઠા કર્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીમાં પોતાની ભાગીદારી ઑફર ફૉર સેલના દ્વારી નથી વેચી. તેનાથી રોકાણકારોને સેંટીમેંટ પણ હાઈ રહ્યા. આ આઈપીઓ 175 ગણો સબ્સક્રાઈબ થયો હતો. કંપનીએ 1101 પ્રતિ શેર ના ભાવ પર એન્કર ઈનવેસ્ટર્સથી 262 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

નઝારા ટેકમાં રાકેશ ઝુનઝુનવાલાની સપ્ટેમ્બર 2020 ક્વાર્ટર સુધી 11.51 ટકા ભાગીદારી છે. કંપનીની પહોંચ ઈન્ડિયાના સિવાય આફ્રીકા અને નૉર્થ અમેરિકામાં છે.નઝારા ટેક્નોલૉજીસ વર્લ્ડ ક્રિકેટ ચેંપનિયનશિપ, છોટા ભીમ, મોટુ પતલૂ સીરીઝ જેવા ગેમ માટે ઓળખવામાં આવે છે. તેની સબ્સિડિયરી કંપની નોડવિંગ ગેમિંગ પૂરા દેશમાં તમામ ગેમિંગ ઈવેન્ટ નું આયોજન કરે છે. ભારત, આફ્રીકા, મિડલ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ જેવા આશરે 60 થી વધારે દેશો કંપની કારોબાર કરે છે.