અમદાવાદ-

રિયલ સેક્ટર માં નારાજગી નો માહોલ છે અને બિલ્ડરો એ મકાનો ની કિંમત માં ન છૂટકે 15 થી 20 ટકા ભાવ વધારો કરવાની ફરજ પડશે.હાલ માં રિયલ એસ્ટેટ ઉદ્યોગ મંદી નો સામનો કરી રહ્યો છે ત્યારે હવે રાજ્યના તમામ રિયલ એસ્ટેટ જૂથો એકજુથ થઈ કૃત્રિમ ભાવ વધારો કરનાર તેમજ માલ ની કૃત્રિમ અછત ઉભી કરનાર કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કરશે રાજયના વિવિધ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન પણ જોડાશે અને આવતી કાલે તા. ૧૨-૨-૨૦૧૧ના રોજ એક દિવસ માટે સાઈટ ઉપર કામકાજ સંપૂર્ણ રીતે બંધ રાખી સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા મટીરીયલ્સમાં અસહ્ય કૃત્રિમ ભાવ વધારા અંગે કરેલ કાર્ટેલના અનુસંધાને પ્રતિકાત્મક વિરોધ નોંધાવી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરનાર છે.

છેલ્લા કેટલાંક સમયથી સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવમાં થઈ રહેલા અસહ્ય વધારાને કારણે રાજયનો બાંધકામ વ્યવસાય લગભગ પડી ભાંગ્યો છે અને મંદી જોવા મળી રહી છે, હાલ માં રીયલ એસ્ટેટ સેકટર ઉપર ૨૫૦ થી વધુ નાના મોટાઉદ્યોગૉ નિર્ભર રહેલ છે અને ચાર કરોડ જેટલા વર્કર્સ ને રોજગારી પૂરી પાડે છે . રીયલ એસ્ટેટ સેકટર ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે મોટા પાયે સહભાગી રહેલું છે તેવા સંજોગોમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીનો શરા ઈન્ફાસ્ટ્રકચર અને આવાસ નિમણિ કાર્યો ઉપર રોક લગાવવાનો પ્રયાસ થઈ રહેલ છે જે ગેરવ્યાજબી છે અને સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી કરેલ ભાવ વધારા સામે પેનલ્ટી લગાવવાનો ઓર્ડર પણ થયેલ હતો . તાજેત્તરમાં CCI દ્વારા પણ સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ રચી કરવામાં આવેલ ભાવ વધારા અંગે તપાસ ચાલુ થઈ હતી અને મંત્રી નીતીન ગડકરી દ્વારા પણ સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારા અંગે પોતાની પ્રતિક્રિયા આપેલ હતી. ક્રેડાઈ નેશનલ દ્વારા પણ તા. ૧૮-૧૨-૨૦૨૦ના પત્રથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ બાબતે હસ્તક્ષેપ કરી યોગ્ય નિકાલ લાવવા અંગે વિનંતી કરવામાં આવેલ છે. કોવિડ -૧૯ મહામારીના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર માઠી અસરો થવા પામી છે જેને રીવાઈવ કરવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવેલ છે. કોવિડ -૧૯ ના કારણે અર્થતંત્રની સ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો થયેલ નથી . આવા સંજોગોમાં અર્થતંત્રની સ્થિતિ નિયંત્રણમાં આવે અને ધંધા રોજગાર પુનઃ પૂર્વવત બને તે આવશ્યક છે.