ન્યુ દિલ્હી,તા.૧૭ 

હાલના સમયે સમગ્ર દેશ કોરોના વાઈરસની મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ લડાઈમાં મહત્વની અને આગળ પડતી ભૂમિકા ભજવી રહેલા ડાક્ટર્સ સહિત હેલ્થ વર્કર્સ પોતાનો જીવ જાખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એવામાં અનેક એવા સમાચાર મળી રહ્યાં છે કે, અનેક ઠેકાણે હેલ્થ વર્કર્સને સમયસર પગાર ચૂકવવામાં નથી આવી રહ્યો. આવી ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ બાબતને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે તેના પર મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, હવે દેશમાં હેલ્થ વર્કરને પગાર ના ચૂકવવો પણ કાયદેસર ગુનો ગણવામાં આવશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર તરફથી કાલથી રાજ્યોમાં આદેશ જાહેર કરી દેવામાં આવશે.

બીજી તરફ કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે, ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત મેડિકલ કર્મચારીઓને પગાર ના ચૂકવવો કાયદેસર ગુનો ગણવામાં આવશે. સરકાર તરફથી તેની જાહેરાત કાલે કરવામાં આવશે. આ સાથે જ આ સંદર્ભે તમામ રાજ્યોને પણ આદેશ આપી દેવામાં આવશે.

આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કÌšં છે કે, દેશભરમાં ડાક્ટરો અને નર્સોને જેમ બને તેમ જલ્દી બાકીનો પગાર ચૂકવી દેવામાં આવે. આ સાથે જ હોÂસ્પટલની નજીક જ તેમના માટે ક્વારેન્ટાઈન સેન્ટરની સુવિધા પૂરી પાડવામાં આવે.ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતોની સંપર્કમાં આવનારા ડાક્ટર્સ અને નર્સોને સરકાર યોગ્ય ઠેકાણે ૭ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરશે. જેથી તેમનો પરિવાર સુરક્ષિત રહી શકે. અત્રે એ પણ નોંધનીય છે કે ભયાનક ચેપી રોગના દર્દીઓની સારવાર કરતા તબીબી સ્ટાફને પોતાના વેચન માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તે બાબત સણ સમાજ માટે શરમજનક છે.