સુરત-

કોરોના લઇને ઓનલાઈન અભિયાસ પડતી તકલીફને લઇને સુરતની વિધાર્થીનીએ આપઘાત કર્યો છે. મોટા વરાછા ખાતે રહેતી પ્રગતિ નામની તરુણી ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. પ્રગતિને ધોરણ 11 કોમર્સમાં ઓનલાઈન અભ્યાસને લઈને તકલીફ પડતી હતી. અભ્યાસને લઇને માનસિક તાનમાં રહેતી કિશોરીના આ પગલાથી તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના આ વિદ્યાર્થીની માનસિક તણાવમાં આવી ગઈ હોય તેવું કહી શકાય છે. તેના પિતાએ કહ્યું કે, તેને ઓનલાઈન શિક્ષણ ફાવતુ ન હોવાથી તે તાણ અનુભવતી હતી. તે સતત ચિંતામાં તે ચિંતામાં રહેતી હતી. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે છે. ત્યારે યુવતીના પગલાથી આખો પરિવાર શોકમગ્ન બની ગયો છે.  

પ્રાપ્તા માહિતી અનુસાર, વરાછા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ લુણાગરીયાની દીકરી પ્રગતિ ધોરણ 11માં ભણે છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓને ઓનલાઈન લોકડાઉનનો સહારો લેવો પડ્યો હતો. તેથી પ્રગતિ માટે આ શિક્ષણ બહુ જ અઘરુ બની રહ્યું હતું. તે સતત ટેન્શનમાં રહેતી હતી. આશાદીપ શાળામાં માતા સાથે પેપર લઈ પ્રગતિ ઘરે આવતી હતી રસ્તે માતા ને કોઈ કામ યાદ આવી જતા બજાર ચાલી ગયા હતા. પ્રગતિ ઘરે આવી ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરી રહી હતી. દાખલામાં કંઈ સમજ ન પડતા એ પાડોશમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનપણી પાસે દાખલા શીખવા ગઈ હતી. જ્યાં એને દાખલા સમજાવી બહેનપણી એ ના સમજ પડે તો ફરી આવજે એમ કહ્યું હતું.