સુરત-

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ તસ્કરો , મોબાઈલ સ્નેચર , ચેઇન સ્નેચરો નો આતંક એકાએક વધી રહ્યો છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો . શહેરના પાંડેસરા વિસ્તારમાં એક પછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પાંડેસરા બમરોલી રોડ પર આવેલી મોબાઈલ ની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરી હતી મોબાઈલ શોપ માંથી હાથસાફ કર્યા બાદ 4 લબરમૂછિયા તસ્કરો ચોરી કર્યા બાદ આરામથી રસ્તા પર જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મોબાઈલ શોપ માંથી કેટલી કિંમતના મોબાઈલ ચોરી થયા તેની વિગતોની રાહ જોવાઈ રહી છે પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.