પોરબંદર-

દેશ અને રાજ્યમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જિલ્લામાં મહિલા પર દોઢ માસ પહેલા વન વિભાગના બીટ ગાર્ડે ધાક ધમકી આપી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી દોઢ માસથી ફરાર હતો. છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા બીટ ગાર્ડની LCBએ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ પર લીધો હતો. જેના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપી છેલ્લા દોઢ માસથી ફરાર હતો. આ આરોપીને LCBએ પોરબંદરમાંથી જ ઝડપ્યો છે. આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આ રિમાન્ડ દરમિયાન એવું સામે આવ્યું છે કે, સાગર અમદાવાદ નાસી ગયો હતો. તેમજ અમદાવાદમાંં રૂમ રાખીને રહેતો હતો. તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આથી પોલીસે આરોપીને જેલહવાલે કર્યો છે.