મુંબઈ-

એકટર સુશાંતસિંહ રાજપૂત કેસમાં નશીલા પદાર્થોનું પરિમાણ પણ ઉમેરાયું છે. નાર્કોટીકસ ક્ધટ્રોલ બ્યુરો (એનસીપી) એ આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

એજન્સીએ આજે જાહેર કર્યુ હતું કે તેણે મુંબઈના બાંદ્રામાંથી અબ્દુલ પરિહારની ધરપકડ કરી છે. તેનું સેમ્યુલ મિટોડા સાથે કનેકશન હતું. રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી અને આ કેસની મુખ્ય શકમંદના ભાઈ શોવિક ચક્રવર્તીની સૂચનાથી નશીલા પદાર્થો ખરીદવાનો મિટોડા સામે આક્ષેપ ચે.

મિટોડા રાજપૂતન અગાઉના હાઉસકીપીંગ મેનેજર હતા. ગત વર્ષે મેમાં રિયા ચક્રવર્તીએ તેની નિમણુંક કરી હતી. તે ઘરખર્ચનો હિસાબ રાખતો હતો. રાજપૂતના પરિવારે મિટોડા સાથે એકટરના પૈસા ઓળવી જવાનો અને તેને ડ્રગ પહોંચાડયાનો આક્ષેપ કર્યો હતો. એનસીપીએ મુંબઈમાંથી મૈદ વિલાયાની પણ આ કેસ સંબંધમાં ધરપકડ કરી છે. મુંબઈના ધનિક લોકોના વર્તુળમાં તે અફીણ જોવા કેફી પદાર્થો પુરા પાડવામાં સંડોવાયો હોવાનું કહેવાય છે.

એજન્સીએ જણાવ્યું હતું કે ચક્રવર્તી અને અન્યો સામે નોંધાયેલા નાર્કોટીકસ કેસમાં મહત્વની સ્કીમો મળ્યા પછી મૈદની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ પણ એકટરના મૃત્યુ કેસની તપાસ કરી રહી છે. એજન્સીએ આજે બીજી વાર ચક્રવર્તીના પિતાની પુછપરછ કરી હતી.