બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા પ્રશંસકોને ખુબ મોટો ફટકો લાગ્યો છે. અભિનેતાના મૃત્યુ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. અભિનેતાના મૃત્યુ પછી રોજ નવી નવી બાબતો ખુલ્લેઆમ સામે આવી રહી છે. સુશાંતના પિતા કે.કે.સિંઘે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ફેન્સ, પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સતત CBI તપાસની માગ કરી રહ્યા છે. અમુક રાજકારણીઓ પર આ બાબતે સપોર્ટ કરી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગણી કરી છે. તેણે મોદીને એક ઓપન લેટર પણ લખ્યો છે.

શ્વેતાએ મોદીને સંબોધીને લખ્યું કે, હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આ કેસમાં તાત્કાલિક તપાસ માટે વિનંતી કરું છું. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર ભરોસો છે અને કોઈપણ ભોગે ન્યાયની આશા રાખીએ છીએ. ટ્વીટમાં PMOને પણ ટેગ કરવામાં આવ્યું છે.શ્વેતાએ ઓપન લેટરમાં લખ્યું, સર, મારું દિલ એમ કહે છે કે તમે સત્ય સાથે ઊભા રહેશો. અમે સામાન્ય પરિવારના છીએ. મારો ભાઈ જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડફાધર ન હતા. હું તમને વિનંતી કરું છું કે તમે તરત આ કેસ પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે બધી તપાસ નિષ્પક્ષ રીતે થાય અને કોઈપણ પુરાવા સાથે ચેડાં કરવામાં ન આવે. ન્યાયની અપેક્ષા છે.