શહેરા

શહેરા તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શહેરા પ્રાંત અધિકારીના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી,અને પ્રાંત અધિકારીએ શહેરા નગર સહિત તાલુકા વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શહેરા તાલુકા કક્ષાની રાષ્ટ્રીય પર્વની પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરા તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણના એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પ્રાંત અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,ત્યારબાદ શહેરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ શહેરા પોલીસ મથકના પોલીસ મથકના પી.આઈ. સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.